વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થીઓ બનાવેલા સંગઠન વિઝન-૨૦૨૦ના કારણે ટેકનોલોજી ફેકલ્ટીમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગની સ્થાપના થઈ છે.
આ સેન્ટર કાર્યરત થયા બાદ હવે ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે આ સેન્ટરમાં પહેલી વખત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગનો કોર્સ પણ શરુ કરવામાં આવ્યો છે.કોમ્પ્યુટર સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ તો પોતાના અભ્યાસના ભાગરુપે આ વિષય ભણતા જ હોય છે પણ અત્યાર સુધી ટેકનોલોજી ફેકલ્ટીના અન્ય વિભાગોના વિદ્યાર્થીઓને આ વિષય ભણવાની તક મળતી નહોતી.
બીજી તરફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગની જરુરિયાત હવે એન્જિનિયરિંગના તમામ ક્ષેત્રમાં સર્જાવા માંડી છે.આ સંજોગોમાં અન્ય બ્રાન્ચના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ સેન્ટરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ મશિન લર્નિંગનો કોર્સ શરુ કરાયો છે.જેની પહેલી બેચને ભણાવવાનુ ૨૬ ઓગસ્ટથી શરુ કરી દેવાયુ છે.
કોર્સ માટેના કો ઓર્ડિનેટર અને કોમ્પ્યુટર સાયન્સ વિભાગના અધ્યાપક ડો.હેતલ ભાવસાર કહે છે કે, આ કોર્સની પહેલી બેચમાં પ્રવેશ માટે ૯૦ જેટલા વિદ્યાર્થીઓએ એપ્લાય કર્યુ હતુ અને એપ્ટિટયુડ ટેસ્ટ થકી ૩૩ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે પસંદ કરાયા હતા.આ કોર્સ ૩ મહિનાનો છે.જેમાં ભણાવવા માટે અમે ઈન્ડસ્ટ્રીઝના અને અન્ય એક્સપર્ટને પણ બહારથી બોલાવી રહ્યા છે.કોર્સ અને સેન્ટર માટે વિઝન ૨૦૨૦ ગુ્રપના પૂર્વ વિદ્યાર્થીઓ મદદ કરી રહ્યા છે.
આ કોર્સ થકી વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રીઝમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો શું રોલ હોય છે અને તેમાં કેવી રીતે કામ કરી શકાય તેની જાણકારી મળશે અને તેનાથી તેમને પ્લેસમેન્ટ માટે પણ મદદ મળશે.
https://ift.tt/afp1ZEi
0 ટિપ્પણીઓ