નવી મુંબઇ, તા. 19 સપ્ટેમ્બર 2022, સોમવાર
બોલિવૂડની એક્ટ્રેસ કંગના રનૌત આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'ઇમરજન્સી'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં કંગના પૂર્વ PM ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. અભિનેત્રી આ ફિલ્મ સાથેની અપડેટ પણ ફેન્સ સાથે શેર કરતી રહે છે.
આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ અભિનેત્રીના લુક્સ અને એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતા. કંગના બિલકુલ ઈન્દિરા ગાંધી જેવી લાગે છે. આ દરમિયાન અભિનેત્રીએ તેના બાળપણની કેટલાક ફોટો પણ શેર કર્યા છે.
અભિનેત્રીએ ફોટો શેર કરતાં પોતાની તુલના ઇન્દિરા ગાંધી સાથે કરી છે. કંગનાએ પોતાના બાળપણનો ફોટો શેર કરતાં લખ્યુ કે, તે નાનપણમાં બિલકુલ ઇન્દિરા ગાંધી જેવી લાગતી હતી.
એક ફોટોમાં કંગના સ્કૂલ યુનિફોર્મમાં છે. તેના કેપ્શનમાં કંગનાએ લખ્યુ કે, 'આ માત્ર સંયોગની વાત છે કે બાળપણમાં મારા રિલેટીવસ મને ઈન્દિરા ગાંધી કહેતા હતા, કારણ કે મારી હેરસ્ટાઈલ બિલકુલ તેમના જેવી જ હતી.'
બીજી તસવીર શેર કરતા કંગનાએ કહ્યું કે, તે કોઈની હેરસ્ટાઈલ કોપી નહોતી કરતી. કંગનાને શરૂઆતથી જ પોતાની હેર સ્ટાઈલ ગમતી હતી. કંગના પોતાની પસંદ અનુસાર ટૂંકા વાળ કપાવી લેતી હતી. કારણ કે, કંગનાના વાળ વાંકડિયા છે, આ કારણે તેને ટૂંકા વાળમાં ઈન્દિરા ગાંધી કહેવામાં આવતી હતી.
ફિલ્મ વિશે
ફિલ્મ 'ઇમરજન્સી' 1975માં કયા સંજોગોમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં ઈમરજન્સીની ઘોષણા પછીના પરિણામો પણ બતાવવામાં આવશે. ફિલ્મની રિલીઝ ડેટ અંગે હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી કારણ કે, તેનું શૂટિંગ હજુ ચાલી રહ્યું છે.
https://ift.tt/b2Gsj7c from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/NKxGJZu
0 ટિપ્પણીઓ