- ફિલ્મ આગામી 7 ઓક્ટોબરના રોજ રીલિઝ થશે
મુંબઈ, તા. 03 સપ્ટેમ્બર, 2022, શનિવાર
બોલિવુડના મહાનાયક તરીકે પ્રખ્યાત અમિતાભ બચ્ચન પોતાના ખૂબ જ લોકપ્રિય એવા ટીવી શો 'કોન બનેગા કરોડપતિ' દ્વારા છવાયેલા રહે છે. ટૂંક સમયમાં જ તેઓ તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી રશ્મિકા સાથે એક પારિવારિક ફિલ્મમાં જોવા મળશે. 'ગુડબાય' (Goodbye) નામની આ ફિલ્મ એક રીતે હજુ પણ અમિતાભ બચ્ચનનો જાદુ ઓસર્યો નથી તેનો પુરાવો કહી શકાય.
અમિતાભ બચ્ચને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા પોતાની આગામી ફિલ્મનો પ્રથમ લુક શેર કર્યો હતો. ફિલ્મના પોસ્ટરમાં અમિતાભ બચ્ચનની સાથે સાઉથની પ્રખ્યાત અભિનેત્રી રશ્મિકા મંદાના પણ જોવા મળી રહી છે. ફિલ્મમાં રશ્મિકા તેમની દીકરીના રોલમાં જોવા મળશે.
ફિલ્મનું પ્રથમ પોસ્ટર શેર કરવાની સાથે જ અમિતાભ બચ્ચને તેની રીલિઝ ડેટ અને ફિલ્મની વાર્તા શેના પર આધારીત છે તે પણ રજૂ કર્યું છે. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, 'પરિવારનો સાથ સૌથી ખાસ છે. જ્યારે કોઈ પાસે ન હોય ત્યારે પણ તેમનો અહેસાસ રહે છે.' સાથે જ તેમણે આગામી 7 ઓક્ટોબરના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં રીલિઝ થશે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ફિલ્મનું પોસ્ટર એક બાપ અને દીકરી વચ્ચેના પ્રેમને દર્શાવે છે અને અમિતાભ બચ્ચને આપેલા કેપ્શનથી તે એક પારિવારિક ફિલ્મ હોવાનું સૂચિત થાય છે. ફિલ્મના પોસ્ટરમાં અમિતાભ બચ્ચન પતંગ ચગાવતા જોવા મળે છે અને રશ્મિકાએ પાછળથી ફિરકી પકડી રાખી છે.
https://ift.tt/lB4OQJ3 from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FaNUMp0
0 ટિપ્પણીઓ