અમદાવાદ,તા.03 સપ્ટેમ્બર 2022,શનિવાર
ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા લઠ્ઠાકાંડના મહત્વના કેસમાં એમોસ કંપનીના આરોપી ડાયરેકટરો સમીર નલીનભાઇ પટેલ સહિતના આરોપી ડાયરેકરટરો દ્વારા લઠ્ઠાકાંડના મૃતકોના પરિવારજનોને રૂ.ત્રણ લાખ અને ઇજાગ્રસ્ત દર્દીઓને રૂ.એક લાખનું વળતર ચૂકવવાની તૈયારી દર્શાવવવામાં આવી હતી. આરોપીઓ દ્વારા કુલ રૂ.બે કરોડનું વળતર ચૂકવવાની હાઇકોર્ટ સમક્ષ તૈયારી બતાવી હતી, જેને પગલે હાઇકોર્ટે તમામ આરોપી ડાયરેકટરોની તા.૧૨મી સપ્ટેમ્બર સુધી ધરપકડ કરવા સામે સ્ટે જારી કરી તેઓને રાહત આપી હતી.
સમીર પટેલ સહિતના આરોપી ડિરેકટરોને હાઇકોર્ટમાંથી રાહત : તા.૧૨મી સપ્ટે. સુધી તમામની ધરપકડ સામે સ્ટે
લઠ્ઠાકાંડના ચકચારભર્યા કેસમાં એમોસ કંપનીના આરોપી ડાયરેકટરો સમીર નલીનભાઇ પટેલ, ચંદુભાઇ ફકીરભાઇ પટેલ, રજીત મહેશ ચોકસી અને પંકજ કે.પટેલ અને મેનેજર રાજેન્દ્ર દસાડિયાએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરેલી આગોતરા જામીન અરજીમાં તમામ પક્ષકારોની સુનાવણી આજે પૂર્ણ થતાં જસ્ટિસ નિખિલ એસ.કેરિયલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
ગુજરાતભરમાં ભારે ચકચાર જગાવનાર લઠ્ઠાકાંડ પ્રકરણમાં ૪૬થી વધુ નિર્દોષ નાગરિકોના મોત નીપજયા હતા, જે અંગે બરવાળા અને રાણપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં એમોસ કંપનીના આરોપી ડાયરેકટરો સમીર નલીનભાઇ પટેલ, ચંદુભાઇ ફકીરભાઇ પટેલ, પંકજ કે.પટેલ, રજીત મહેશભાઇ ચોકસી અને મેનેજર રાજેન્દ્ર દસાડિયાની આગોતરા જામીન અરજી નીચલી કોર્ટે ફગાવી દેતાં તમામ આરોપીઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
વળતર ચૂકવવાથી મૃતકોના જીવ પાછા નહી આવે : હાઇકોર્ટ
કેસની સુનાવણી દરમ્યાન આરોપીઓ દ્વારા મૃતકો-ઇજાગ્રસ્તોને ઉચ્ચક વળતર ચૂકવવાની તૈયારી બતાવાતાં જસ્ટિસ નિખિલ કેરિયલે બહુ ગંભીર અને માર્મિક ટકોર કરતાં આરોપીઓને સુણાવ્યું હતું કે, તમારા વળતર ચૂકવવાની મૃતક વ્યકિતઓના જીવ પાછા નહી આવી શકે. વળી, તમારી વળતર ચૂકવવાની તૈયારી કે રજૂઆત એ આગોતરા જામીનનો મુદ્દો નક્કી કરવાનો વિષય ના હોઇ શકે.
અમે આ પ્રકારના કેસમાં છ લાખનું વળતર અપાવ્યું છે : હાઇકોર્ટ
આરોપી ડાયરેકટરો તરફથી મૃતકોને રૂ.ત્રણ લાખની વળતર ચૂકવવાની તૈયારી બતાવતાં જસ્ટિસ નિખિલ એસ.કેરિયલે તેમને અન્ય ેકેસનું ઉદાહરણ આપી સાફ શબ્દોમાં સુણાવ્યું હતું કે, અમે આ પ્રકારના કેસમાં મૃતકોના પરિવારજનોને રૂ.છ-છ લાખ વળતર અપાવ્યું છે. (મોરબીની એક ફેકટરી દિવાલ ધરાશયી થતાં તેમાં ૧૨ જણાં દબાઇ જતાં મોતને ભેટયા હતા. એ કેસમાં માલિકના જામીનનો મામલો હાઇકોર્ટ સમક્ષ આવ્યો ત્યારે મૃતક ૧૨ જણાંના પરિજનોને રૂ.છ-છ લાખ વળતર અપાવાયું હતું) કોર્ટની આ વાત સાંભળીને આરોપી ડાયરેકટરોના મોંઢા જાણે સીવાઇ ગયા હતા, તેમની પાસે કોર્ટની વાતનો કોઇ જવાબ નહતો.
સરકાર તરફથી આગોતરા જામીનનો સખત વિરોધ કરાયો
રાજય સરકાર તરફથી જણાવાયું હતું કે, ખૂબ જ સંવેદનશીલ એવા આ કેસની તપાસ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે. લઠ્ઠાકાંડની ઘટનામાં નિર્દોષ ૪૬ વ્યકિતઓએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ૭૩થી વધુને અસર થઇ હતી, તે વાત અદાલતે ભૂલવી જોઇએ નહી. આ બહુ ગંભીર પ્રકારનો ગુનો છે અને આરોપીઓની તેમાં સીધી અને સક્રિય સંડોવણી પ્રથમદર્શનીય પુરવાર થાય છે ત્યારે હાઇકોર્ટે આરોપીઓને આગોતરા જામીન આપવા જોઇએ નહી.
https://ift.tt/ugARkX5
0 ટિપ્પણીઓ