Vaibhav Suryavanshi માટે સીએમ નીતિશ કુમારે કરી મોટી જાહેરાત, મળશે મોટું ઈનામ

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે IPL 2025 માં ગુજરાત ટાઈટન્સ સામે ઐતિહાસિક સદી ફટકારવા બદલ 14 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને ઈનામ આપવાનો નિર્ણય લીધો છે.

બિહાર સરકારે વૈભવને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સીએમ નીતીશે રાજસ્થાન રોયલ્સના ખેલાડીની અસાધારણ સિદ્ધિની પ્રશંસા કરી અને તેને બિહાર માટે ગર્વની ક્ષણ ગણાવી.

સીએમ નીતિશ કુમારની વૈભવ સૂર્યવંશી માટેની પોસ્ટ

સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ મેસેજમાં, સીએમ નીતિશ કુમારે લખ્યું છે કે 'બિહારના વૈભવ સૂર્યવંશીને અભિનંદન અને શુભકામનાઓ, જે આઈપીએલના ઈતિહાસમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી (14 વર્ષ) બન્યો.' તે પોતાની મહેનત અને પ્રતિભાને કારણે ભારતીય ક્રિકેટ માટે એક નવી આશા બની ગયો છે. બધાને તેના પર ગર્વ છે. હું વર્ષ 2024 માં વૈભવ સૂર્યવંશી અને તેના પિતાને 1 એન માર્ગ પર મળ્યો હતો અને તે સમયે મેં તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.

'" target="_blank">

'

આ ટ્વિટમાં આગળ લખ્યું છે કે, 'આઈપીએલમાં તેના શાનદાર પ્રદર્શન પછી, મેં તેમની સાથે ફોન પર વાત કરી અને તેમને અભિનંદન આપ્યા.' બિહારના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને પણ રાજ્ય સરકાર દ્વારા 10 લાખ રૂપિયાનું સન્માન રાશિ આપવામાં આવશે. હું વૈભવને શુભકામનાઓ પાઠવું છું અને આશા રાખું છું કે તે ભવિષ્યમાં ભારતીય ટીમ માટે નવા રેકોર્ડ બનાવે અને દેશનું ગૌરવ વધારે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ યુવા ક્રિકેટરની પ્રશંસા કરી, તેની સિદ્ધિને "સુંદર શરૂઆત" ગણાવી અને તેના ઉજ્જવળ ભવિષ્યની ભવિષ્યવાણી કરી.

વૈભવે જયપુરમાં રચ્યો ઈતિહાસ

તમને જણાવી દઈએ કે બિહારના વતની સૂર્યવંશીએ સોમવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં T20 સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી અને IPL ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બનીને ઈતિહાસ રચ્યો હતો. તેને અહીં માત્ર 35 બોલમાં પોતાની સદી પૂરી કરી. 38 બોલમાં 101 રનની તેની વિસ્ફોટક ઈનિંગને કારણે રાજસ્થાન રોયલ્સે 8 વિકેટથી જીત મેળવી અને યુસુફ પઠાણનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો.


https://ift.tt/4F7gQdn
from SANDESH | RSS https://ift.tt/UE0pg8a
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ