
- 30 જૂન સુધી સમિતિની શાળામાં પ્રવેશોત્સવની કામગીરી ચાલુ રહેશે પ્રવેશોત્સવ દરમિયાન મહેમાનો અને દાતાઓને ભગવતગીતાથી સન્માનમાં આવ્યા
સુરત,તા.24 જુન 2022,શુક્રવાર
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની છબીમાં સતત સુધારો આવતો રહેતાં વિરોધ પક્ષના શિક્ષકોની ઘટ ના વિરોધ વચ્ચે સમિતિની સ્કૂલમાં પ્રવેશોત્સવમાં સતત વિદ્યાર્થીઓની સંખ્યા વધતી રહે છે. છેલ્લા બે દિવસથી શિક્ષણ સમિતિની સ્કૂલ માં ચાલી રહેલા પ્રવેશોત્સવમાં 14891 વિદ્યાર્થીઓને પહેલા ધોરણમાં વાજતે ગાજતે પ્રવેશ આપવામા આવ્યો છે. આ પ્રવેશોત્સવની કામગીરી હજુ એક દિવસ બાદ 30 જૂન સુધી કરવામાં આવશે તેના કારણે આ આંકડો 20 હજાર સુધી જાય તેવી શક્યતા છે. આ વખતે પ્રવેશોત્સવમાં દાતા અને મહેમાનોને ભગતવત ગીતા આપવાનો નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રવેશોત્સવમાં શાસકોની નિષ્ફળતાના કારણે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ મળી નથી પરંતુ તેનો વિરોધ કરવાના બદલે વિરોધ પક્ષ દ્વારા શિક્ષકોની ઘટ નો વિરોધ કરવામાં આવે છે. શિક્ષકોની ઘટ અંગે પાલિકાએ સ્પષ્ટ કરી દીધું છે કે, સમિતિની શાળામાં 400 શિક્ષકોને લેવામાં આવશે અને તેનો ખર્ચ પાલિકા ભોગવશે. આ જાહેરાત બાદ પણ વિરોધ પક્ષ શિક્ષકોની ઘટના મુદ્દે વિરોધ કરી રહી છે
સ્કુલ બેગ નહીં મળવા સાથે વિરોધ પક્ષના આવા વિરોધ વચ્ચે શરૂ થયેલી પ્રવેશોત્સવ હાલ તો સફળ જોવા મળી રહ્યો છે. માત્ર બે દિવસના ગાળામાં જ 14981 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે અને 30 જુન સુધીમાં આ આંકડો 18 થી 20 હજાર ક્રોસ કરી જાય તેવું અનુમાન છે.. કોરોના કાળ બાદ ખાનગી સ્કુલમાંથી મ્યુનિ.ની સ્કૂલ માં 14 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે અને હાલમાં પણ 14 હજારથી વધુ વિદ્યાર્થીઓને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.
છેલ્લા બે દિવસથી પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે તેમાં પ્રવેશોત્સવ માટે આવતા મહેમાનો તથા સ્કુલના દાતાઓને સ્કૂલ તરફથી ભગવત ગીતા ભેટ આપવામાં આવી રહી છે. સરકાર દ્વારા ભગવત ગીતાના અભ્યાસક્રમ શરૂ કરવા માટે જાહેરાત થઈ છે પરંતુ હજી અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો નથી પરંતુ હાલમાં પ્રવેશોત્સવ દરમિયાન મહેમાન-દાતાઓને ભગવત ગીતા ની ભેંટ આપવાના નવતર પ્રયાસ ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
https://ift.tt/YDWNOra from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5yaX3nR
0 ટિપ્પણીઓ