Breaking News

લોડ થઈ રહ્યું છે...

મહારાષ્ટ્ર સરકારમાં બીજી ટર્મ NCPને ન આપવી પડે તે માટે ભાજપ-શિવસેનાનું સહિયારું નાટક તેવી ચર્ચા


- સુરતમાં ભજવાયેલા મહારાષ્ટ્રના રાજકીય ડ્રામાને લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે

- મહારાષ્ટ્રના એરપોર્ટ છોડીને તબક્કાવાર સુરત ધારાસભ્યો આવે અને કોઈને અટકાવી ન શકાય તથા દૂત બનીને આવેલા પણ બળવો કરે તે વાત લોકો ને ગળે નથી ઉતરતી

સુરત,તા.24 જુન 2022,શુક્રવાર

વિશ્વ યોગ દિવસના આગલા દિવસે એટલે 20 જુની મધ્યરાત્રીથી સુરતમાં મહારાષ્ટ્ર સરકારનો રાજકીય ડ્રામા સર્જાયો અને સતત ત્રણ દિવસ ચાલ્યો તેને હવે સુરતના લોકો શંકાની નજરે જોતાં થયાં છે. કોઈ સરકારના 45-45 ધારાસભ્યો બળવો કરે અને તબક્કાવાર રીતે મહારાષ્ટ્રથી સુરત આવે અને ત્યાંથી ગોવહાટી એર લિફ્ટ થયાં ત્યાં સુધી શિવસેના દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવે અને જેને સમાધાન માટે મોકલ્યા હોય તેઓ જ બળવો કરે તેને લોકો એક પ્લાન કહી રહ્યાં છે. લોકોમા એવી ચર્ચા છે કે, મહારાષ્ટ્રમાં ટેકાવાળી સરકાર છે અને હવે પછીના અઢી વર્ષની ટર્મ NCP ને આપવી ન પડે તે માટે સેના-ભાજપે સંયુક્ત નાટક કયું છે તેવી ચર્ચા જોરશોરમાં ચાલી રહી છે. 

મહારાષ્ટ્રમાં ત્રિશંકુ સરકાર બનતાં પહેલાં અઢી વર્ષ શિવસેના અને પછીના અઢી વર્ષ એન.સી.પી.ના મુખ્યમંત્રી રહેશે તે મુજબની ગોઠવણ થઈ હતી. સત્તામાં આવવા માટે આ ગોઠવણ મુજબ શિવસેનાએ પહેલાં અઢી વર્ષ ભોગવી લીધા હવે ટર્મ પુરી થાય અને બાકીના અઢી વર્ષ એન.સી.પી.ને સત્તા સુપરત કરવાની રહે છે. અઢી વર્ષની ટર્મ પુરી થાય તે પહેલાં જ 20 જુની મધ્યરાત્રીએ શિવસેનામાં બળવો થાય છે અને મંત્રી શિદે સહિતના ધારાસભ્યો  મોડી રાત્રે સુરત આવે છે અને પછી તબક્કાવાર 45 ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રથી આવેલા 106 લોકોએ સુરતથી એર લિફ્ટ કરીને ભાજપ શાસિત આસામમાં લઈ જવામાં આવે છે.

21 જૂનના સવારથી 22 જૂનના મળસ્કે સુધી જે ડ્રામા ભજવાયો અને  મહારાષ્ટ્ર સરકારના 30થી વધુ ધારાસભ્યોને ગૌહાટી મોકલ્યા ત્યાં સુધી લોકોને આ બળવો લાગતો હતો. પરંતુ ત્યારબાદ તબક્કાવાર શિવસેનાના અને અપક્ષ ધારાસભ્યો મહારાષ્ટ્ર છોડે છે અને સુરત આવે છે એ જ ફાઈવ સ્ટાર હોટલમાં રોકાય છે અને ટુંકા રોકાણ બાદ ફરી જેટ પ્લેન થી ગૌહાટી પહોંચી રહ્યાં છે. આ વાત સુરતના લોકોને ગળે ઉતરતી નથી. 

પહેલા દિવસે સુરત થી પ્લેનમાં 81 લોકો જાય છે ત્યાર બાદ બીજા દિવસે બે તબક્કામાં 9 અને 9 અને ત્રીજા દિવસે 6 લોકો અસામ જાય છે તે વાત લોકો માનવા તૈયાર નથી. લોકો કહે છે, એક વાર બળવો થાય ત્યાર બાદ કોઈ પણ પક્ષ બાકીના તમામ ધારાસભ્યોને એક સાથે ભેગા કરીને રાખે છે આવું ભૂતકાળમાં પણ બન્યું છે. પરંતુ શિવસેનાએ પોતાના બાકીના ધારાસભ્યોને એક જગ્યાએ ન રાખીને  પોત પોતાની જગ્યાએ રાખ્યા હતા તેથી સરળતાથી તેઓ વાયા સુરત થઈ ગૌહાટી પહોંચ્યા છે.

આ ઉપરાંત સુરતના રાજકારણમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે, આ સમગ્ર નાટક શિવસેના અને ભાજપ ની રહેમ નજર હેઠળ જ થયું છે.મહારાષ્ટ્ર સરકારમાં બીજી ટર્મ એન.સી.પીને ન આપવી પડે તે માટે ભાજપ- સેનાનું સહિયારું નાટક તેવી ચર્ચા જોરશોરમાં શરૂ થઈ ગઈ છે. 



https://ift.tt/tuBwSA4 from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/YFhEU8r

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ