Breaking News

લોડ થઈ રહ્યું છે...

ભરથાણાના ઉમીયા બંગ્લોઝમાં પરિવારની હાજરીમાં રૂ. 5.37 લાખના દાગીનાની ચોરી


- સોફ્ટવેર એન્જિનીયર પત્ની અને પુત્ર સાથે ગોવા ફરવા ગયોઃ માતા-પિતા અને ભાઇ સહિત તમામ ઘરમાં હાજર હતા, ગયા ત્યારે બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો પરંતુ ચોરે અંદરથી લોક કરી કસબ અજમાવ્યો

સુરત,તા.24 જુન 2022,શુક્રવાર

વેસુ વીઆઇપી રોડ સ્થિત ભરથાણાના ઉમીયા બંગ્લોઝમાં રહેતો સોફ્ટવેર એન્જિનીયર પત્ની અને પુત્ર સાથે ગોવા ફરવા ગયો અને ઘરમાં માતા-પિતા સહિતના પરિવારની હાજરીમાં તેના બેડરૂમમાંથી સોનાના રૂ. 156.24 ગ્રામ વજનના રૂ. 5.37 લાખના દાગીના ચોરી થઇ જતા પોલીસ મુંઝવણમાં મુકાઇ છે.

વેસુ વીઆઇપી રોડ ભરથાણા સ્થિત ડીજીવીસીએલ કંપનીની ઓફિસ નજીક ઉમીયા બંગ્લોઝમાં રહેતા સોફ્ટવેર એન્જિનીયર અંશુ સુનીલ પાંડે (ઉ.વ. 30 મૂળ રહે. સંજોયેલ, તા. બડહરા, જિ. આરા, બિહાર) ગત 15 જૂને પત્ની નીતુ અને પુત્ર કાર્તીક સાથે ગોવા ગયો હતો. જયારે તેના માતા-પિતા અને નાના બે ભાઇ સહિતના પરિજનો ઘરે હોવાથી પોતાના બેડરૂમને લોક કર્યુ ન હતું. બીજા દિવસે ઘરઘાટી મહિલા ભાવનાબેન અંશુના રૂમની સફાઇ કરવા ગયા હતા. પરંતુ માતા કિરણબેને અંશુ નહીં હોવાથી સફાઇ કરવાની ના પાડી હતી. ત્યાર બાદ 21 જૂને અંશુ ગોવાથી પરત આવવાનો હોવાથી ભાવનાબેનને રૂમની સફાઇ કરવા માટે કહ્યું હતું. પરંતુ રૂમનો મેઇન દરવાજો ભાવનાથી નહીં ખોલતા સુનીલભાઇ અને તેમના પુત્રએ ધક્કો મારતા અંદરથી લોક તૂટી જતા દરવાજો ખુલી ગયો હતો. પરિજનોએ રૂમમાં જઇને જોતા કબાટના ડ્રોઅરનો સામાન વેરવિખેર અને તેમાંથી સોનાના 156.24 ગ્રામ વજનના રૂ. 5.37 લાખના દાગીના ગાયબ હોવાથી અંશુના માતા-પિતા અને ભાઇ સહિતનો પરિવાર ચોંકી ગયો હતો. ઉલ્લેખનીય છે કે અંશુની ગેરહાજરીમાં દરવાજો ખુલ્લો હોવા છતા લોક થઇ ગયો હતો અને રૂમની બારી અને ગેલેરીના દરવાજા પણ સલામત હોવા છતા દાગીના ચોરી થઇ જતા પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ છે.




https://ift.tt/hKxDedz from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/n3D8hX4

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ