Breaking News

લોડ થઈ રહ્યું છે...

સુરત પશુ નિરીક્ષક સાથે મૈત્રીમોની સાઇટ પર લગ્ન કરવાની લાલચ આપી મધ્યપ્રદેશની મહિલાની છેતરપિંડી


- પત્ની સાથે છુટાછેડા થવાના હોવાથી બીજા જીવનસાથી માટે મૈતીમોનીમાં રજીસ્ટ્રેશન કરાવ્યુઃ મહિલાએ પ્રથમ લીવ ઇન અને ત્યાર બાદ લગ્ન કરશે તેવું કહ્યું હતું

- મોબાઇલ, જ્વેલરી, કપડા, બેંક લોન અને પ્લોટ ખરીદવા માટે રૂ. 26.47 લાખ લીધા હતા, બે વખત સુરત આવવાનું કહ્યા બાદ બહાના બતાવ્યા

સુરત,તા.24 જુન 2022,શુક્રવાર

સુરત ગ્રામ્યના આધેડ પશુ નિરીક્ષક સાથે ભારત મૈત્રીમોની સાઇટ પર પરિચય કેળવ્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી રૂ. 26.47 લાખ પડાવી લેનાર મધ્યપ્રદેશના સતનાની ઠગ મહિલા વિરૂધ્ધ અમરોલી પોલીસમાં ફરીયાદ નોંધાય છે.

સુરત ગ્રામ્યના પશુ પાલન વિભાગના પશુ નિરીક્ષક ધનજી આલાભાઇ મકવાણા (ઉ.વ. 49 રહે. 11, 12 સુર્યનગર સોસાયટી-2, નવો કોસાડ રોડ, અમરોલી) ના પત્ની સાથે છુટાછેડા થવાના હોવાથી બીજા જીવનસાથી માટે ભારત મૈત્રીમોની સાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં ધનજીનો પરિચય દિપ્તી ઉર્ફે દિવ્યા ગણેશ ત્રિપાઠી (રહે. શીવ મંદિર નજીક, તા. બીરસીપુર, જિ. સતના અને રઘુરાજ નગર, વોર્ડ નં. 15, સતના, મધ્યપ્રદેશ) સાથે થયો હતો. દિવ્યાએ પ્રથમ લીવ ઇન રિલેશનશીપ અને ધનજીના છૂટાછેડા થયા બાદ લગ્ન કરશે એમ કહી શરૂઆતમાં મોબાઇલ ખરીદવા રૂ. 15 હજાર ત્યાર બાદ કપડા, કોસ્મેટીક પ્રોડક્ટ, જ્વેલરી, બેંક લોન ભરપાઇ કરવા ટુક્ડે-ટુક્ડે કુલ રૂ. 26.47 લાખ પડાવ્યા હતા. દ

દિપ્તીએ બે વખત સુરત આવવાનું કહ્યા બાદ તબિયત ખરાબ છે અને માતા-પિતા મુકવા આવવાના છે કહી બહાના બતાવ્યા હતા. જો કે દિપ્તીએ ગાયનેક પ્રોબ્લમ હોવાનું કહી સર્જરી માટે રૂ. 50 હજાર માંગતા ધનજીએ ઇન્કાર કર્યો હતો. જેથી દિપ્તીએ તારી પાસે પૈસા હોય તો જ મારી સાથે વાત કરજે, નહીં તો હું તારી સાથે વાત કરવાની નથી, તારી સાથે પૈસા માટે જ વાત કરતી હતી, બાકી તારે અને મારે કંઇ લેવા દેવા નથી. જેથી ધનજી ચોંકી ગયો હતો.




https://ift.tt/oajRWOh from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/xCGm5eE

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ