Breaking News

લોડ થઈ રહ્યું છે...

કમલ હાસનની 'વિક્રમ'માં 5 મિનિટના કેમિયો માટે સૂર્યાએ લીધેલી ફી તમને ચોંકાવી દેશે


- સૂર્યા દિગ્ગજ અભિનેતા કમલ હાસનના બહુ મોટા ફેન છે અને તેમને પોતાના આઈડલ માને છે

- સાઉથની ફિલ્મોના કારણે બોલિવુડની ફિલ્મોના બિઝનેસને સીધી અસર, કમાણીમાં સાઉથની ફિલ્મો બાજી મારે છે

મુંબઈ, તા. 08 જૂન 2022, બુધવાર

કમલ હાસનની ફિલ્મ 'વિક્રમ' બોક્સઓફિસ ઉપર બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ રહી છે. ફિલ્મે રિલીઝ બાદ ખૂબ જ ઓછા સમયમાં 150 કરોડથી વધારેનો બિઝનેસ કર્યો છે. આ સાથે જ ફિલ્મે ક્લેકશનના મામલે અક્ષયકુમારની 'સમ્રાટ પૃથ્વીરાજ'ને પણ પછડાટ આપી છે. આ ફિલ્મમાં સાઉથના સુપર સ્ટાર એક્ટર સૂર્યાએ મહેમાન કલાકારની ભૂમિકા ભજવી છે પરંતુ શું તમે જાણો છો કે, આ કેમિયો રોલ માટે તેમણે કેટલી ફી લીધી છે?

બોલિવુડની ફિલ્મો ઉપર ભારે પડી રહી છે સાઉથની ફિલ્મો

નિર્માતાઓએ જ્યારથી સાઉથની ફિલ્મોને પાન ઈન્ડિયા ઉપર રિલીઝ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી બોલિવુડની ફિલ્મો માટે સમસ્યા ઉભી થઈ છે. સાઉથની ફિલ્મોની ઓરિજિનલ વાર્તા અને જોરદાર એક્શન દર્શકોને વધુ પસંદ આવી રહ્યા છે. આમ, સાઉથની ફિલ્મોના કારણે બોલિવુડની ફિલ્મોના બિઝનેસને સીધી અસર થાય છે.

શું સૂર્યાએ ફ્રીમાં ફિલ્મ કરી છે?

કમલ હાસનની આ ફિલ્મ બોક્સઓફિસ ઉપર જબરજસ્ત હિટ સાબિત થઈ રહી છે. આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર સૂર્યાનો 5 મિનિટનો રોલ છે જેના માટે તેમણે એક પણ રૂપિયો નથી લીધો. ફિલ્મના ટીઝરથી શરૂ કરીને પોસ્ટર સુધી તેમને સ્થાન આપવામાં આવ્યું છે અને સૂર્યાના કારણે ફિલ્મને સારૂં એવું માઈલેજ પણ મળ્યું છે. તેમ છતાં તેમણે આ ફિલ્મ માટે ફી કેમ નથી લીધી તે એક સવાલ છે. 


સૂર્યા 'કમલ હાસન'ને આઈડલ માને છે

સૂર્યાએ આ ફિલ્મ માટે પૈસા નથી લીધા કારણ કે ,તેઓ આ ફિલ્મ સાથે ભાવનાત્મક જોડાણ અનુભવતા હતા. સૂર્યા દિગ્ગજ અભિનેતા કમલ હાસનના બહુ મોટા ફેન છે અને તેમને પોતાના આઈડલ માને છે. તેઓ કોઈ પણ રીતે આ ફિલ્મમાં યોગદાન આપવા ઈચ્છતા હતા માટે તેમણે આ ફિલ્મ માટે ફી નથી લીધી. 




https://ift.tt/6WtzPSs

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ