Breaking News

લોડ થઈ રહ્યું છે...

કમલ હાસનની વિક્રમ સામે ઢીલી પડી સમ્રાટ પૃથ્વીરાજ : અક્કીની ફિલ્મનું 5 દિવસનું કલેક્શન 48.80 કરોડ


- કમલ હાસનની ફિલ્મ 'વિક્રમ'નું કુલ કલેક્શન 200 કરોડને પાર થયું છે

મુંબઈ, તા. 08 જૂન 2022, બુધવાર

3 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થયેલી યશરાજ બેનરની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' સુસ્ત થઈ ગઈ છે. હાલત એ છે કે દર્શકોની ઓછી સંખ્યાને જોતા અનેક શહેરોમાં ફિલ્મના શો કેન્સલ કરવામાં આવ્યા છે. ઐતિહાસિક યુદ્ધ ડ્રામા ફિલ્મથી અક્ષય કુમાર સહિત નિર્માતાઓને ઘણી આશા હતી પરંતુ તે તેમના પર ખરી ઉતરી નહોતી. 5 દિવસ બાદ પણ ફિલ્મનો 50 કરોડનો આંકડો હજુ દૂર છે. ટ્રેડ વિશ્લેષકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે જો આગામી 2 દિવસમાં ફિલ્મ આ જ રીતે પ્રદર્શન કરતી રહેશે તો તે આપત્તિજનક સાબિત થશે.

- 'સમ્રાટ પૃથ્વીરાજ' ફ્લોપ થશે ?

'સમ્રાટ પૃથ્વીરાજ'ની શરૂઆત ઠીક-ઠાક જોવા મળી હતી. બાદમાં જ્યારે વીકએન્ડમાં ફિલ્મના કલેક્શનમાં વધારો જોવા મળ્યો ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે, તે આવનારા દિવસોમાં સારો દેખાવ કરી શકે છે પરંતુ સોમવારે તેની કમાણીમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ જ ટ્રેન્ડ મંગળવારે પણ ચાલુ રહ્યો હતો. મોટા બજેટની આ ફિલ્મ 5માં દિવસે ફ્લોપ થતી જોવા મળી રહી છે. 

'સમ્રાટ પૃથ્વીરાજ'એ પહેલા દિવસે શુક્રવારના રોજ 10.70 કરોડ, શનિવારે 12.60 કરોડ, રવિવારે 16.10 કરોડ અને સોમવારે 5 કરોડનો બિઝનેસ કર્યો હતો. 'સમ્રાટ પૃથ્વીરાજ'ના 5માં દિવસે શરૂઆતી ટ્રેન્ડ પ્રમાણે ફિલ્મે માત્ર 4.40 કરોડની જ કમાણી કરી છે. આ રીતે 'સમ્રાટ પૃથ્વીરાજ'નું કુલ કલેક્શન 48.80 કરોડ થયું છે.

તમને જણવી દઈએ કે, કમલ હાસનની ફિલ્મ 'વિક્રમ'એ 'સમ્રાટ પૃથ્વીરાજ' સાથે રિલિઝ થઈ હતી. ફિલ્મ 'વિક્રમ'નું કુલ કલેક્શન 200 કરોડને પાર થયું છે.



https://ift.tt/Ax2ablG

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ