Breaking News

લોડ થઈ રહ્યું છે...

નાના પાટેકરનુ પુત્ર મલ્હાર સાથે છે જોરદાર બોન્ડિંગ, આ ફીલ્ડમાં બનાવી રહ્યા છે કરિયર


મુંબઈ, તા. 08 જૂન 2022 બુધવાર

નાના પાટેકર શ્રેષ્ઠ અભિનેતાની સાથે સાથે એક લેખક અને ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. તેમની એક્ટિંગના લોકો દિવાના છે. તેમને ઘણીવાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મફેર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. તેમને પદ્મશ્રી સન્માન પણ મળી ચૂક્યુ છે. તેઓ ઈન્ડસ્ટ્રીમાં પોતાના ડાયલોગની બોલવાની સ્ટાઈલને લઈને ઘણા મશહૂર છે. આ જ કારણ છે કે દરેક ઉંમરના લોકો તેમના ચાહકો છે. નાના એ અભિનેત્રી અને બેંક અધિકારી નીલાકાંતી પાટેકર સાથે લગ્ન કર્યા હતા અને બંનેને એક પુત્ર છે, જેનુ નામ મલ્હાર પાટેકર છે. 

નાના પાટેકરના પુત્ર મલ્હાર લુકમાં બિલકુલ પિતા નાનાની જેમ જ દેખાય છે. તેમને નાના પાટેકરની જેમ જ સાદગી ખૂબ ગમે છે. મલ્હારે મુંબઈના સરસ્વતી મંદિર હાઈસ્કુલમાંથી અભ્યાસ કર્યો છે. તેમણે કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. મલ્હારને બાળપણથી જ ફિલ્મોમાં કામ કરવાનો શોખ હતો અને પ્રકાશ ઝા ની ફિલ્મમાં કામ કરવાના હતા પરંતુ ત્યારે નાના અને પ્રકાશ ઝા ની લડાઈ થઈ ગઈ અને નાનાએ મલ્હારને પ્રકાશ ઝા ની ફિલ્મમાં કામ કરવાની મનાઈ કરી દીધી.

બાદમાં મલ્હારે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે રામ ગોપાલ વર્માની ફિલ્મ ધ અટેક ઓફ 26/11 માં કામ કર્યુ. તેમનુ હવે પોતાનુ પ્રોડક્શન હાઉસ છે. જેને તેમણે પોતાના પિતા નાના પાટેકરના નામે શરૂ કર્યુ છે. તેમના પ્રોડક્શન હાઉસનુ નામ છે, નાના સાહેબ પ્રોડક્શન હાઉસ.

નાના પાટેકર અને તેમની પત્ની નીલાકાંતી પાટેકરએ એક બીજાને ડિવોર્સ આપ્યા નથી, પરંતુ બંને ઘણા સમયથી જુદા રહે છે. મલ્હાર પોતાની માતાની ખૂબ નજીક છે. મલ્હારના એક મોટા ભાઈ પણ હતા, જેઓ હવે આ દુનિયામાં નથી. પુત્રના મોતથી નાનાને ખૂબ આઘાત લાગ્યો હતો અને ઘણા સમય સુધી તેઓ ડિસ્ટર્બ રહ્યા. જોકે મલ્હારના જન્મ બાદ નાનાને તેમની ખુશીઓ પાછી મળી ગઈ.



https://ift.tt/vIxchUE

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ