
મુંબઈ, તા. 8 જુન 2022,બુધવાર
અભિનેત્રી કાજોલે એવો ખુલાસો કર્યો છે કે તેને ક્યારેય બોલિવુડમાં પ્રવેશવાની અને હિરોઈન બનવાની તમન્ના હતી જ નહીં, તેને એવી કોઈ સીધી સાદી નોકરી કરવી હતી જેમાં દર મહીને નિયમિત પગાર આવી જતો હોય.
કાજોલે આ ખુલાસો કૌન બનેગા કરોડપતિ શો નાં મરાઠી વર્ઝન કોન હોનાર કરોડપતિમાં ભાગ લેતી વખતે કર્યો હતો. મરાઠીમાં આ શો વિખ્યાત અભિનેતા સચિન ખેડેકર હોસ્ટ કરી રહ્યા છે. કાજોલ અને તેની માતા તનુજા બંનેએ આ શો માં ભાગ લીધો હતો.
કાજોલે જણાવ્યું હતું કે મને ક્યારેય બોલિવુડ ઈંડસ્ટ્રીનો એક ભાગ બનવાની ઈચ્છા થઈ જ ન હતી. બધું આપોઆપ થતું ગયું હતું. મારી ઈચ્છા એવી હતી કે હું કોઈ નોકરી કરું જેનો એક નિયમિત સમય હોય અને દર મહીને તમારા બેન્ક ખાતાંમાં પગારનો ચેક જમા થયા કરે.
સચિને ખેડેકરે આ તબક્કે કાજોલને કહ્યું હતું કે જે થયું તે સારું થયું નહીં તો અમે તમારાં શાનદાર પરફોર્મન્સ મિસ કર્યાં હોત.
કાજોલની પહેલી ફિલ્મ બેખુદી ફ્લોપ થઈ હતી. કાજોલે અગાઉ પણ જણાવ્યા અનુસાર ત્યારે જ તેણે વિચાર્યું હતું કે પોતે એક્ટિંગને કેરિયર નહીં બનાવે. જોકે અનાયાસે તેની કેરિયર આગળ વધતી ગઈ અને તેને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેં જેવી ભારતની સૌથી સફળ ફિલ્મોમાંની એક મળી.
કાજોલ એક બેકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાંથી આવે છે. તેની માતા તનુજા અને નાની શોભના સમર્થ ઉપરાંત માસી નૂતન પણ પોતપોતાના જમાનામાં સફળ અભિનેત્રી રહી ચૂક્યાં છે.
https://ift.tt/cGIxy3a
0 ટિપ્પણીઓ