
- ફ્રેડી, કેપ્ટન ઈન્ડિયા, શહઝાદા અને સત્યનારાયણની કથા તેમની અપકમિંગ ફિલ્મોના લિસ્ટમાં સામેલ છે
મુંબઈ, તા. 08 જૂન 2022, બુધવાર
અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aaryan)એ હાલમાં જ ટ્વીટર પર #AskKartik સેશન રાખ્યું હતું. આ ટ્વીટર સેશનમાં કાર્તિક આર્યને ફેન્સના ઘણા સવાલોના ખુલીને જવાબ આપ્યા હતા અને ફેન્સનું દિલ ફરી એક વખત જીતી લીધું હતું. આ સેશનમાં કાર્તિકે ભૂલ ભુલૈયા 2થી લઈને અપકમિંગ પ્રોજેક્ટસ પર પણ ખુલીને વાત કરી હતી. આ સેશનમાં સવાલ-જવાબ દરમિયાન જ કાર્તિકના એક ચાહકે લગ્નને લઈને પણ પોતાની વાત મૂકી હતી. કાર્તિકનો આ જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સિંગલ જ રહી જઈશ
એક ટ્વીટર યૂઝરે સોશિયલ મીડિયા પર #AskKartik સેશનમાં કાર્તિકને પૂછ્યું હતું કે, લગ્નને લઈને શું પ્લાન છે મિસ્ટર મોસ્ટ એલિજિબલ બેચલર? ફેન્સના આ સવાલનો જવાબ આપતા લખ્યું કે, એલિજિબલથી ટેકન તો કરાવો પછી લગ્નની વાત કરીશું. એલિજિબલ એલિજિબલમાં સિંગલ જ રહી જઈશ. જોકે, કાર્તિકના આ જવાબથી બે વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે, એક તો તે સિંગલ છે અને બીજું કે, તે લવ મેરેજ કરવા ઈચ્છે છે.
ધ યશ બાજપેયી નામના એક યૂઝરે એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો. સ્ક્રીનશોટમાં યૂઝરે લખ્યું હતું કે, 500 રૂપિયા આપો તો વખાણ કરીશ. તેના જવાબમાં કાર્તિકે લખ્યું કે, Paytm કરું કે Google Pay કરું. આ સ્ક્રીનશોટ શેર કરતા ટ્વીટર યૂઝરે કેપ્શનમાં લખ્યું કે, સર હજુ સુધી પેમેન્ટ નથી મળ્યું. ફેન્સના આ ટ્વીટનો કાર્તિકે પણ રમૂજી જવાબ આપતા લખ્યું કે, તેં વખાણ પણ ક્યાં કર્યા છે. કાર્તિક આર્યનના આ ટ્વીટને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

ફ્રેડીથી કેપ્ટન ઈન્ડિયા સુધી આ છે કાર્તિકના પ્રોજેક્ટ
કાર્તિક આર્યનનું નામ એવા સ્ટાર્સમાં સામેલ છે જેમણે પોતાના દમ પર પોતાના માટે એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. કાર્તિક અત્યાર સુધીમાં અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને પ્યાર કા પંચનામા થી તેમને ફેમ મળી હતી. કાર્તિક હાલમાં જ ભૂલ ભુલૈયા 2માં નજર આવ્યો હતો. તેમની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો ફ્રેડી, કેપ્ટન ઈન્ડિયા, શહઝાદા અને સત્યનારાયણની કથા તેમની અપકમિંગ ફિલ્મોના લિસ્ટમાં સામેલ છે.
https://ift.tt/acByCjY
0 ટિપ્પણીઓ