
- આવતાં વર્ષે વાજપેયીના જન્મદિન પર રિલીઝ થશે
- એક પુસ્તક પરથી ફિલ્મ બનાવાશે, અટલજીના રોલ માટે કલાકારની શોધ
મુંબઇ : વાર્તાઓની ભારે તંગી અનુભવતાં બોલીવૂડમાં લગભગ દરેક બીજી ફિલ્મ સિક્વલ, બાયોપિક કે રીમેક જ હોય છે. હવે માજી વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જીવનકથા પરથી પણ ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ છે.
નિર્માતા સંદીપ સિંહ સ્વ. અટલ બિહારી બાજપાયી પર ફિલ્મ બનાવાના છે. જેનું નામ અટલ રાખવાના છે. આ ફિલ્મનું એક પોસ્ટર પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યું છે. જેના પર વાજપેયીની પ્રસિધ્ધ પંકિતઓ મેં રહૂં યા ન રહૂં દેશ રહના ચાહિયે જોવા મળી રહી છે.
આ ફિલ્મ અટલજીની પર લખેલ પુસ્તક ધ અનટોલ્ડ વાજપેયી ઃ પોલીટિશિયન એન્ડ પેરાડોક્સ પર આધારિત હશે. આ ફિલ્મમાં તેમની જીવન સફરને દર્શાવામાં આવશે.
આવતાં વર્ષે નાતાલના દિવસે વાજપેયીનો ૯૯મો જન્મદિવસ હશે. ત્યારે આ ફિલ્મ રિલીઝ કરવાની યોજના છે. જોકે, નિર્માતાઓ માટે સૌથી મોટો પડકાર અટલજીની આગવી છટાઓને રજૂ કરી શકે તેવા મુખ્ય કલાકારની શોધનો છે. આ ઉપરાંત ભારતીય રાજકારણનાં બીજાં પણ કેટલાંય રિયલ લાઈફ કેરેક્ટર્સને ન્યાય આપી શકે તેવા કલાકારોની શોધ ચાલી રહી છે.
https://ift.tt/WyYbJna
0 ટિપ્પણીઓ