Breaking News

લોડ થઈ રહ્યું છે...

જર્સી ફ્લોપ છતાં શાહિદ કપૂરે પોતાની ફી વધારી દીધી


- ફાઈનાન્સિઅર્સ શાહીદ પર રોકાણ વધારવા તૈયાર નથી 

- 30ને બદલે 35 કરોડની ફી માગતાં સર્જ્કોને અચંબો

મુંબઇ : શાહિદ કપૂરની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ જર્સી બોક્સ ઓફિસ પર ફ્લોપ પુરવાર થઈ હોવા છતાં તેણે પોતાની ફીમાં પાંચ કરોડનો વધારો કરી દેતાં ફિલ્મ સર્જકો અચંબો અનુભવી રહ્યા છે. 

સૂત્રની વાત સાચી માનીએ તો, તો હાલ બોલીવૂડના એક ટોચના દિગ્દર્શકે આગામી ફિલ્મ માટે શાહિદનો સંપર્ક કર્યો હતો. અભિનેતાએ આ પ્રોજેક્ટ માટે રૃપિયા ૩૫ કરોડનું મહેનાતાણું માંગ્યું હતું.શાહીદ અત્યાર સુધીમાં દર ફિલ્મ દીઠ ૩૦ કરોડ રુપિયા ચાર્જ કરતો હતો. જર્સી માટે તો તેણે આ ફિલ્મ ઓટીટીને બદલે થિયેટરમાં જ રિલીઝ થાય એ માટે પોતાની ફી માં આઠ કરોડ રુપિયાનો ઘટાડો કર્યો હોવાના પણ અહેવાલ હતા. આ ફિલ્મની બોક્સ ઓફિસ પર ૧૯ કરોડની કમાણી માંડ થઈ હતી. મતલબ કે શાહીદની ફી જેટલી રકમ પણ ફિલ્મ કમાઈ શકી ન હતી. 

તેમ છતાં શાહીદે ફી વધારો માગતાં સર્જકોને નવાઈ લાગી હતી. તેમણે હવે શાહીદને ઓફરની ફેરવિચારણા માટે સમય માગ્યો છે. શાહીદ બોક્સ ઓફિસ પર સફળતાની ગેરન્ટી આપી શકે તેવો સ્ટાર રહ્યો નથી આથી ફાઈનાન્સિઅર તેના પર એક હદથી વધારે રોકાણ કરવા તૈયાર થાય તેમ નથી. 

હાલ બોક્સ ઓફિસ પર બોલીવૂડની મોટા ભાગની ફિલ્મો ઊંધા માથે પટકાઇ છે. તેવામાં બોલીવૂડના માંધાતાઓને સિતારાઓને અધધધ ફી આપવી પરવડતી નથી. શાહિદ જેવા અભિનેતા માટે નિર્માતાઓને ૩૫ કરોડ વધારે લાગી રહ્યા છે. 

બોલીવૂડના સૂત્રોના જણાવ્યા અનુસાર અહીં કલાકારની પાછલી ફિલ્મનો રેકોર્ડ જ તેની નવી ફિલ્મની કમર્શિઅલ ટર્મ્સ નક્કી કરે છે. બહુ જુજ કલાકારો એવા છે જેમની ે સળંગ ચાર-પાંચ ફિલ્મો ફ્લોપ જાય તો પણ નિર્માતાઓ મોં માગી કિંમત આપવા તૈયાર હોય છે. 



https://ift.tt/G8PAtLk

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ