Breaking News

લોડ થઈ રહ્યું છે...

ઓયે ઓયે.. ગર્લ યાદ છે ? અભિનેત્રી સોનમ ૩૦ વર્ષ પછી બોલીવુડમાં કરશે અભિનય


મુંબઇ,૨૦૨૨,૫ ડિસેમ્બર,૨૦૨૨

૧૯૯૦ના જમાનાની જાજરમાન અભિનેત્રી ઓયે ઓય.. ગર્લ ૩૦ વર્ષ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પાછી ફરી રહી છે. એક સમયે માધુરી દિક્ષિતને ટકકર આપનારી આ અભિનેત્રીનું મૂળ નામ બખ્તાવરખાન જે સોનમ તરીકે ઓળખાતી હતી. પોતાના બોલ્ડ લૂકના કારણે બોલીવૂડમાં છવાઇ ગઇ હતી. બોલીવૂડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ તેણે અભિનય કરીને લોકપ્રિયતા મેળવી હતી પરંતુ આચાનક જ અભિનય કારર્કિદીમાં અલવિદા થઇ હતી.

એક સમયે તેનું અંડરવર્લ્ડ ડોન સાથે કનેકશનની પણ ચર્ચા થતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારી પછી વધુ લોકપ્રિય બનેલા ઓટીટી ફલેટફોર્મ પર ડેબ્યૂ કરી રહી છે. વિદેશમાં રહેતી આ અભિનેત્રી ત્રણ વર્ષ પહેલા જ ભારત આવી હતી પરંતુ ભારતમાં તેને કામ મળતું ન હતું. કોરોના મહામારી દરમિયાન બોલીવુડમાં મંદી આવી તે નડી ગઇ હતી. ૨૦ વર્ષની ઉંમરે ગ્લેમર વર્લ્ડને બાય બાય કરનારી સોનમ હવે ૫૦ વર્ષની થઇ છે.


સોનમ એકટર રઝા મુરાદની કઝીનને ૧૯૮૮માં યશ ચોપડાની વિજય નામની ફિલ્મથી પદાર્પણ કર્યુ હતું. સોનમ નામ યશચોપડાએ જ પાળ્યું હતું. ત્રિદેવ ફિલ્મમાં તિરછી ટોપી વાલે.. ગીતમાં ઓયે ઓયે અંતરો આબાલવૃધ્ધની જીભ પર રમતો થઇ ગયો હતો. દેવાનંદ નિર્દેશિત ફિલ્મ લશ્કર ઉપરાંત ક્રોધ,વિશ્વાત્મા અને અમિતાભ બચ્ચનની અજુબા જેવી ૩૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યુ હતું.

૧૭ વર્ષે ૧૯૯૧માં રાજીવ રાય સાથે લગ્ન કર્યા હતા. રાજીવરાય ત્રિદેવ અને વિશ્વાત્મા ફિલ્મના ડાયરેકટર હતા. બોલીવુડમાં એ સમયે અંડરવર્લ્ડ માફિયા ખૂબ સક્રિય હતા.સોનમ અને અબૂ સાલેમ વચ્ચે કોઇ શરત થયેલી એવી ચર્ચા ચાલી હતી. પતિ રાજીવ રાય પર જીવલેણ હુમલો થયો એ પછી ૧૯૯૭માં સોનમે પતિ સાથે ભારત છોડી દીધું હતું. રાજીવ રાય યુરોપ અને અમેરિકામાં ફરતા રહયા હતા. લોસ પહેલા લોસ એન્જલસ અને પછી સ્વિત્ઝર્લેન્ડમાં સેટ થયા હતા. સોનમ સાથેના લાંબા સમયના અલગાવ પછી ૨૦૧૬માં છુટાછેડા લીધા હતા.



https://ift.tt/kHxUO6C from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FOkv30Y

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ