વડોદરા,હરણી રોડ સવાદ ક્વાટર્સમાં નજીવી બાબતે તકરાર થતા પાડોશીઓ વચ્ચે મારામારી થઇ હતી.વારસિયા પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હરણી રોડ પર સવાદ ક્વાટર્સમાં રહેતો કમલેશ મનોજભાઇ જોશી ખાનગી ટીવી ચેનલમાં રિપોર્ટર છે.વારસિયા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે હું મારી બાઇક લઇને ઘરે આવતો હતો.તે દરમિયાન બપોરે દોઢ વાગ્યે અમારી પાડોશમાં રહેતા ધર્મેન્દ્રભાઇ રાણાએ મને રોકીને કહ્યું હતું કે,તારા પિતાએ મારી રીક્ષા તારા ઘર પાસેથી હટાવડાવી લીધી છે.પરંતુ, હવે હું ત્યાં જ રીક્ષા મૂકીશ.તારાથી થાય તે કરી લે.જેથી,મેં તેઓેને કહ્યું હતું કે,તમારી ગલીમાં લગ્ન પ્રસંગ હોવાથી આટલા દિવસ તમારી રીક્ષા પાર્ક કરવા દીધી હતી.પરંતુ, હવે તમે તમારા ઘર પાસે પાર્ક કરો.મારી વાત સાંભળીને ઉશ્કેરાઇને ધર્મેન્દ્રએ મને ગાળો બોલી ઝપાઝપી કરી હતી.અને પાઇપ વડે માર માર્યો હતો.તેની પત્ની હેતલબેન તથા પાડોશમાં રહેતા મહિલાઓએ પણ આવીને મને ગાળો બોલ્યા હતા.
જ્યારે સામા પક્ષે હેતલબેન રાણાએ ફરિયાદ કરીને કહ્યું છે કે,આજે કમલેશ જોશી બાઇક લઇને જતા કિચડના છાંટા અમારા પર ઉડયા હતા.જેથી,મારા પતિ તેઓને કહેવા જતા તેણે મારા પતિ સાથે ઝપાઝપી કરી હતી.તે દરમિયાન કમલેશના પિતા મનોજ જોશી તથા માતા અનિતાબેન અને ભાઇ જીતેન્દ્ર આવી ગયા હતા.તેઓએ મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
https://ift.tt/07HvkMr
0 ટિપ્પણીઓ