વડોદરાઃ વડોદરા પોલીસની ટીમો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી વર્ષો જૂના આરોપીઓને અન્ય રાજ્યોમાંથી પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન વધુ ત્રણ આરોપી પકડાયા છે.
વડોદરા પોલીસની સંયુક્ત ટીમો દ્વારા મહારાષ્ટ્રના રત્નાગિરી ખાતેના ખેડ ગામેથી બહુનામધારી પરેશ ઉર્ફે સંજય ઉર્ફે નિખિલ અશોકભાઇ આમુરલે ઉર્ફે જોષીને ઝડપી પાડયો છે.જેપી રોડ પોલીસમાં ૨૮વર્ષ પહેલાંના ચોરીના ગુનામાં પરેશ વોન્ટેડ હતો. તેણે ભરૃચ,ભાવનગર, પાલનપુર ઉપરાંત કેરળ સહિતના રાજ્યોમાં પણ ગુનાઓમાં સંડોવણીની માહિતી મળી હતી.
આવી જ રીતે પોલીસે જે પી રોડના ૨૫ વર્ષ પહેલાંના ચોરીના ગુનામાં વિનય અશોકભાઇ શ્રીવાસ્તવને ઇન્દોરથી તેમજ કારેલીબાગના આર્મ્સ એક્ટ હેઠળના ગુનામાં ૧૫ વર્ષથી વોન્ટેડ બાબાહુસૈન કલુઆ અંસારીને યુપીના મુરાદાબાદથી પકડયા છે.
https://ift.tt/c3zCI2s
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SGwMkeC
via IFTTT
0 ટિપ્પણીઓ