
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી અને વડોદરાનું ગૌરવ રાધા યાદવ આવતીકાલે તા. ૮ નવેમ્બરે વિમેન્સ વર્લ્ડકપ જીત્યા બાદ પ્રથમવાર વડોદરા આવી રહી છે. રાત્રે ૮ વાગ્યે એરપોર્ટ પર પહોંચતાં જ તેના સન્માનમાં ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે.
આ રોડ શો એરપોર્ટ સર્કલથી શરૂ થઈ મીરા ચાર રસ્તા, સંગમ ચાર રસ્તા, કારેલીબાગ પાણીની ટાંકી, મુક્તાનંદ સર્કલ, આનંદનગર અને અમિતનગર થઈ ક્રિકેટ એકેડમી સુધી જશે. રાધા યાદવના સ્વાગત માટે મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ, બીસીએના ખેલાડીઓ, વિવિધ ક્લબની યુવતીઓ અને શહેરના મહાનુભાવો જોડાશે તેવું રાધા યાદવના કોચ મિલિંદ વરાવડેકરે જણાવ્યું હતું.
https://ift.tt/6rijweQ
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/frFUMdt
via IFTTT
0 ટિપ્પણીઓ