અમદાવાદ,શનિવાર
એસ જી હાઇવે પર આવેલી નિરમા યુનિવર્સિટીમાં નોકરી કરતા કર્મચારીએ યુનિવર્સિટીમાં જમા કરવામાં આવતા નાણાં પૈકી પાંચ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ બનાવટી ચલણ બનાવીને અન્ય એકાઉન્ટમાં બારોબાર જમા કરાવીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સોલા પોલીસ મથકે નોંધવામાં આવી છે. આ કેસમાં યુનિવર્સિટીના કર્મચારી સહિત અન્ય છ આરોપીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આ અંગે સોલા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
નિરમા યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ વિભાગમાં એસોશીએટ પ્રોફેસર તરીકે કામ કરતા નિકુંંજભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ટેલેન્ટ નાઇટ, રમત-ગમત, તેમજ વિવિધ પ્રવૃતિઓ માટે એડવાન્સમાં નાણાં લઇને તે નિરમા યુનિવર્સિટીની કાલુપુર બેેંકની બ્રાંચમાં જમા કરવામાં આવે છે. વિદ્યાર્થીની ટર્મ પૂરી થતા નાણાં પરત કરવામાં આવે છે.
https://ift.tt/ngwmzDN
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/bOHJDFh
via IFTTT
0 ટિપ્પણીઓ