
Chhota Udepur News : છોટા ઉદેપુર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ કચેરીમાં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટે વાસ્મોના યુનિટ મેનેજર અને જિલ્લા સંયોજકની ખોટી સહી કરીને 1 કરોડ રૂપિયાથી વધુ રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાની છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ અંદાજે એક વર્ષ દરમિયાન વિવિધ ગ્રાન્ટની રકમ પોતાના પર્શનલ બેંક ખાતામાં જમા કરીને છેતરપિંડી આચરી હતી. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાસ્મો વિભાગના આસીસ્ટંટ એકાઉન્ટન્ટે 1 કરોડથી વધુ રકમની કરી ઉચાપત
પોલીસ ફરિયાદ મુજબ, છોટાઉદેપુર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ કચેરીમાં તિમિર હસમુખભાઈ પટેલ આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને બેંક એકાઉન્ટ લગતી તમામ કામગીરી સંભાળતા હતા.
https://ift.tt/MfAHEXc
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vl3fr1L
via IFTTT
0 ટિપ્પણીઓ