Breaking News

લોડ થઈ રહ્યું છે...

સરકારી નોકરીના નામે દંપતિએ રાજ્યપાલની સહી વાળો પત્ર મોકલ્યો

અમદાવાદ, રવિવાર

શહેરના નરોડામાં રહેતા અને નવરંગપુરામાં રહેતા યુવકને સરકારના કોઇપણ વિભાગમાં મનપસંદ સ્થળે નોકરી અપાવવાનું કહીને ભાવનગરમાં રહેતા દંપતિએ  ૨૫ લાખમાં ડીલ નક્કી કરીને ગુજરાતના રાજ્યપાલની સહી અને ગુજરાત સરકારના સિક્કા વાળો બનાવટી લેટર અને આઇ કાર્ડ મોકલીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ મથકે નોંધવામાં આવી છે.

શહેરના નરોડામાં આવેલા બાલાજી એન્ક્લેવમાં રહેતા  મયુરભાઇ જોષી નવરંગપુરામાં કરન્સી મેનેજમેન્ટનું કામ કરે છે. આશરે એક વર્ષ પહેલા તેમની મુલાકાત ૧૫ વર્ષ જુના  કોટુંબિક મિત્ર કોમલ ત્રિવેદી અને આનંદ ત્રિવેદી સાથે થઇ હતી. તેમણે જણાવ્યું હતું કે તે હાલ ભાવનગર સુભાષનગર ખાતે રહે છે અને સરકારી નોકરી કરવાની સાથે સરકારી ભરતી સીધી નિમણૂંક કરવાની સત્તા ધરાવે છે. તેમણે મયુરભાઇને માત્ર ૨૫ લાખ લઇને કોઇપણ સરકારી વિભાગમાં ઉચા હોદાની નોકરી અપાવવાની  અને તેમની મનપસંદ જગ્યાએ પોસ્ટીંગ આપવાની ખાતરી આપી હતી.


https://ift.tt/9UlDBpA
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/0AQkZ9h
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ