
NIA Investigation In Gujarat : દિલ્હીમાં ભયંકર બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં સુરક્ષા એજન્સી એલર્ટ પર છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) 5 રાજ્યોમાં આતંકવાદી ષડયંત્ર મામલે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં ગુજરાતમાં પણ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં છે, ત્યારે NIAની ટીમે વલસાડના ઉમરગામમાં તપાસ આદરી છે.
મળતી માહિતી મુજબ, NIAની ટીમે ગુજરાત, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય અને હરિયાણા સહિત કુલ 10 જેટલાં સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ સહિતના વિસ્તારોમાં પણ NIAની ટીમ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
https://ift.tt/Tyk1C9O
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/BicJZQg
via IFTTT
0 ટિપ્પણીઓ