
ગ્રે ફેબ્રિક્સ, ડ્રેસ મટિરિયલ્સ, ડેનિમ, હોઝિયરી, શૂટિંગ-શર્ટિંગ અને બેડશીટ્સની વરાયટી સહિતના અનેક પ્રોડક્ટ્સ મૂકાશે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
ન્યુક્લોથ માર્કેટ અને મસ્કતી કાપડ માર્કેટના દુકાનદારોએ આ વરસે માર્કેટનું જ એક્ઝિબિશન સેન્ટરમાં રૃપાંતર કરી દઈન ેમાર્કેટની તમામ બ્રાન્ડને પ્રોજેક્ટ કરતાં એક્ઝિબિશનનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. ન્યુક્લોથ માર્કેટના ૬૬ વર્ષની પૂર્ણાહૂતિ નિમિત્તે આ એક્ઝિબિશન યોજવાનું અને દેશ દેશાવરથી ખરીદદારોને આમંત્રણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. માર્કેટના તમામ ૧૫૦૦ દુકાનદારો તેમના પ્રોડક્ટ્સને પ્રોજેક્ટ કરવાનું કામ કરશે. સમગ્ર માર્કેટમાં લાલ જાજમ બિછાવી દેવામાં આવશે.
https://ift.tt/cDhqFd2
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/APTlZFU
via IFTTT
0 ટિપ્પણીઓ