વડોદરા, તા.13 વરણામા હાઇવે પર ચારથી પાંચ લૂંટારૃઓ ટેમ્પોના કન્ડક્ટરને ઝાડીઓમાં ખેંચી ગયા હોવાના મેસેજના પગલે અડધી રાત્રે પોલીસમાં ભાગદોડ મચી ગઇ હતી. પોલીસે તપાસ કરતા આખરે ડ્રાઇવરે લૂંટનું તરકટ રચ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે પોલીસ કંટ્રોલરૃમમાં ગઇ રાત્રે દોઢ વાગે ફોનની રિંગ વાગી અને એક શખ્સે એવી ફરિયાદ કરી કે હું પોર અને વરણામા ગામની વચ્ચેથી આઇસર ટેમ્પો લઇને નેશનલ હાઇવે પરથી પસાર થતો હતો ત્યારે ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ ટેમ્પો રોકીને કન્ડકટર ભાવેશ પરમારને નજીકની ઝાડીઓમાં ખેંચી જઇ લૂંટ કરી છે. હાઇવે પર લૂંટના મેસેજના પગલે ૧૧૨ પીસીઆર વાનો તેમજ પોલીસ અધિકારીઓને તાત્કાલિક મેસેજ આપવામાં આવ્યો હતો.
https://ift.tt/b6arIzV
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pH2W56
via IFTTT
0 ટિપ્પણીઓ