Breaking News

લોડ થઈ રહ્યું છે...

સરકારી અનાજના હેરફેરમાં IPSના વહીવટદાર વિક્રમ કાકાની ભાગીદારી

અમદાવાદ, બુધવાર

સરકારી અનાજનો જથ્થો આર્થિક રીતે નબળા લોકો સુધી પહોંચવાને બદલે અનાજ માફિયા બારોબાર અનાજ દળવાના કારખાના સુધી પહોંચતો થાય છે. અનાજ માફિયાઓ આ માટે પુરવઠા વિભાગથી માંડીને પોલીસના વહીવટદારનું ચોક્કસ નેટવર્ક સક્રિય હોવાનું સામે આવ્યું છે. જેમાં અનાજનો જથ્થો શસરકારી ગોડાઉનથી લોટની ફેક્ટરી સુધી  પહોંચે તે માટે પોલીસ અને મુકેશ મહારાજ નામના હુલાણિયા નામથી કુખ્યાત અનાજ માફિયા વચ્ચે વિવેક નામના શખ્સની તેમજ અમદાવાદ એક સિનિયર આઇપીએસના વિક્રમ કાકા નામના વહીવટદારની જોડી તમામ પ્રકારની સુરક્ષા પુરી પાડવાનું કામ બેરોકટોક રીતે કરવામાં આવે છે. 

અમદાવાદ અને ગુજરાતમાં રહેતા હજારો ગરીબ પરિવારોને પુરવઠા વિભાગ દ્વારા સરકારી અનાજનો જથ્થો  પહોંચતો કરવામાં આવે છે. પરંતુ, હજારો પરિવારો માટે આવતો સરકારીના અનાજનો જથ્થો કેટલાંક અનાજ માફિયાઓ દ્વારા બારોબાર સગેવગે કરવાનું સૌથી મોટુ કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે.


https://ift.tt/DOloXa7
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/UIcuCyJ
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ